નવાજૂની-૪ Live CD

બે રજા ના દિવસો માં Live CD અને USB માં થોડો હાથ અજમાવ્યો Live CD જે કૉમ્પ્યુટર ની હાર્ડડીસ્ક માં ઇન્સટોલ  કર્યા વગર પણ વપરાય.

 

Live CD./DVD કે USB  થી કૉમ્પ્યુટરને boot કરવાનું અને સંપૂર્ણ OS નો આનંદ માણવાનો સાથે  મોટા ભાગ ની Live CD માં Open Office , Device Driver , web browser  બધુ જ પ્રીઇન્સ્ટોલ  મળે એ નફામાં. આટલા બધા ફાયદા માં એક મોટું નુકસાન એ છે કે બધી  Live CD/USB  આપના ગજની જેવી, Sort term memory loss   કૉમ્પ્યુટર restart કર્યું કે બધા settings  નવેસરથી કરવાના. આ બધી live CD  કૉમ્પ્યુટર ની memory માંથી જ read only mod મા ચાલે છે જે થી આપને કરેલ કોઈ settings કે બનાવેલી ફાઈલ કોઈ પણ બાજુ save થતી નથી.

Live USB  બનવા માટે Linux Live USB નો ઉપયોગ કરી બનાવી શકાય.

નવા:

૧. TAILS  એ TOR  અને ડેબિયન લીનક્સ  ના સંયોગ થી  વિકસાવેલ  લીનેક્સ છે. આ વાપરનાર ની ઇન્ટરનેટ પર ઓળખ અજ્ઞાત રહે છે ખાસ કરી ને IP address  TAILS ને CD ને USB બંને થી વાપરી શકાય છે.

૨. Slitaz   ફક્ત ૧૦૦ MB માં કાર્ય કરતુ હલકું ફૂલકું લીનક્સ છે. જુના કમ્પ્યુટર કે લેપટોપ પર ઈન્ટરનેટ સર્ફ કરવા માટે કે વિડીઓ જોવા માટે આદર્શ વિકલ્પ છે.

જૂની:

૧. ભૂતકાળમાં  ERD Commander નામની  Live CD નો ઉપયોગ ભૂલી ગયેલા પાસવર્ડ Reset કરવા માટે કર્યો હતો

૨. લીનેક્સ ના Ubantu ફ્લેવર ની  Live CD  માં તાકઝાક કરી હતી.

૩. ESET AntiVirus  ની Live CD વાપરી ને ૨-૪ હઠીલા  વાઈરસ નો સફાયો કર્યો હતો.

Advertisements
નવાજૂની-૪ Live CD