SMARTPHONE આવ્યા પછીનું જ્ઞાન ભાગ-14

આજકાલ  એપમાં  બહુ રસ રહ્યો નથી પરંતુ છેલ્લા થોડા સમયમાં એક game અને બે ફોટો એપ જરા હટકે લાગી છે. બહુ સમય થી મારો વાડો પોસ્ટ પોસ્ટ વિના વિરાન હતો થયું  કે આ વાત પર એકાદ પોસ્ટ લખીજ નાખીએ,

 1. Prisma: એક સરસ ફોટો ફિલ્ટર એપ છે. તમારા ફોટાને  અવનવા  રૂપ માં બદલી શકાય છે.  તમારા કે કોઈ કુદરતી દ્રશ્ય ને તમે હેન્ડ-પેઇન્ટેડ  લૂક આપી શકો છો. આ એપ ની ખાસિયત તેની ઇન્ટેલિજન્સ છે જે તમારા ફોટા ને બખૂબી નવું રૂપ આપે છે. હાલમાં કાયદેસર રીતે ફકત iOS માં જ ઉપલબ્ધ છે.PrismaCollage
 2. Pokomon Go. મોટા ભાગ ના વાચકો આ વાંચતા પહેલા તેના વિષે જાણી ચુક્યા હશે. Pokemon એક GPS અને Argument reality ના સમનવય થી ચાલતી એક ગેઇમ છે. કુવૈત ( Apple store) માં હાલમાં ઉપલબ્ધ નથી. પરંતુ એન્ડ્રોઇડ અને iOS બંને માં પાછલા દરવાજે ઇન્સ્ટોલ કરી મઝા મણિ રહ્યાં છે.
 3. 3.Quik. સરસ મઝાના વિડિઓ બનાવ માટે ની GOPRO દ્વારા બનાનવવા માં આવેલી બહુ પ્રોફેશનલ એપ છે. બહુ બધા વિડિયો અને ફોટાને જોડી એક સરસ નવો વિડિઓ બહુ સરળતાથી બનાવી શકાય છે.  કોઈ ની વર્ષગાઠ ઉપર તેની જૂની ખાસ પળો ના ફોટોસ જોડી યાદગાર બનાવી શકાય છે.

 

Advertisements
SMARTPHONE આવ્યા પછીનું જ્ઞાન ભાગ-14

SMARTPHONE આવ્યા પછીનું જ્ઞાન ભાગ-૧૩

એનડ્રોઈડ નો બે વરસ નો સાથ છોડી હવે iOS (iPhone 5C) નો હાથ પકડ્યો છે.. ૨-૪ પોસ્ટ તો બનતી હે.

 • બંને OS મૂળભૂત રીતે બહુજ જુદી છે. સામાન્ય વપરાશ માં ખાસ ફરક નથી છતાં Advance user માટે બહુ અલગ છે.
 • એનડ્રોઈડ કરતા configuration ના બહુ ઓછા વિકલ્પ.
 • એનડ્રોઈડ નો Back બટનની કમી બહુ મહેસૂસ થાય છે.
 • ગુજરાતી મસ્ત વંચાય છે, પણ કીબોર્ડ નથી.
 • ફોન માં સીધેસીધું કાંઈજ copy કરી શકાતું નથી. Pic, music, & video માય બહુ બખાં છે.
 • ટચ અને retina display લાજવાબ છે.
 • વરસાદ(ફોન) ની જેમ iવાદળ પણ અટપટું છે.
 • હાલ પુરતી જેલ તોડવા ની જરૂરત જણાતી નથી.
SMARTPHONE આવ્યા પછીનું જ્ઞાન ભાગ-૧૩

Smartphone આવ્યા પછીનું જ્ઞાન ભાગ-૧૧

* મોબાઇલ માં સાયનોજનમોડ ૧૦.૨ ના પ્રતાપે એનડ્રોઈડ ૪.૩ નાખવામાં આવ્યું છે. (અરે ભાઈ આ “કીટ-કેટ નથી.)
* UI મા ખાસ કાઈ ફરક નથી.
* “simple calendar”, “Simple Explorer” જેવી “simple” એપનો લાભ લેવાઈ રહ્યો છે.
* “જસ્ટ ઈમેજીન” જો આપનો તથાકથિત “smart”phone ખોવાઈ કે ચોરાઈ જાય તો તેની smartness કેવી ભારે પડી શકે છે. કેમકે તેમાં છે આપના.
– ફોટા વિડિઓ…
– contents, documents,
– સંખ્યાબંધ e-mail app (જેમાં password પહેલેથીજ નાખેલ હોય છે.),
– social media app જેવી કે facebook, twiteer,likedin,whatsapp ………
આમાં પાછું whatsapp તો બહુજ ભયાનક જો મોબાઈલના storage હાથે લાગી ગયો તો એક સરળ  સોફ્ટવેર ની મદદ થી તમારા બધાજ મેસેજ કમ્પ્યુટરમા સરળતાથી ખુલી જાય.

હાલ પુરતું એ સંતોષ છે કે “Android Device Manager”, “account.cyanogenmod.org” અથવા “findmymobile.samsung.com” જેવી બિલ્ટ-ઇ સુવિધાની મદદ થી Lock, Locate, Remote wipe કરી શકાય છે.
……………… ચેતતા નર સદા સુખી.

Smartphone આવ્યા પછીનું જ્ઞાન ભાગ-૧૧

Smartphone આવ્યા પછીનું જ્ઞાન ભાગ-9 સાયનોજનમોડ

૧. ….અને છેલ્લે મોબાઇલ “dayderaming” કરવા  લાગ્યો…  આભાર જાય છે સાયનોજનમોડને.

૨. હાલ પુરતો Android ના Project Butter રંગ લાવ્યો છે મોબાઈલ થોડો  buttery  લાગે છે.

૩. Fonts Installer અને  ફોન્ટ્સ નો સહારો લઇ મોબીઈલ ને “ગુજરાતીબલ” કરવો પડ્યો.

૪. Quick Setting, હવામાન ખાતું વગેરે પહેલા કરતા સરસ છે.

૫. સાથે અધધ કહી શકાય એટલા ફલાણા-ધીકના સેટીઁગસ.

૬.    નવી  અપડેટ  સરળતા થી  OTA  ચડાવી સકાય છે.  ૨-૪ તો ચડાવી પણ  દીધી  તકલીફ  ફક્ત  ગુજરાતી  ફોન્ટ્સ   ની  છે   વારેઘડી  ઇન્સ્ટોલ કરવા પડે છે.

Smartphone આવ્યા પછીનું જ્ઞાન ભાગ-9 સાયનોજનમોડ

Smartphone આવ્યા પછીનું જ્ઞાન ભાગ-8

 ૧. Evernote, Memo અને Skydrive  ના અખતરા  પછી Google Keep  નો વારો છે.

૨.Jelly Bean ૪.૨.૨ આવી ગયું છે વહેલી તકે મોબાઇલ પર ચડાવવામાં આવશે. (હવે કદાચ  પેલા cyanogenmod નો વારો આવશે. )

૩. મોબાઇલ માં ગુજરાતીમાં કઈ રીતે લખી શકાય તેવા app ની શોધ ચાલુ છે. ( બ્લોગ લખવા માટે )

૪. લો હવે મોડે મોડે ખબર પડી કે setting > Data  Usage માંથી બિન જરૂરી app નું મોબાઇલ ઇન્ટરનેટ કાપી શકાય છે. ( ભાઈ અમારા પાસે રેસીનીંગ વાળું કનેકશન છે. )

૫. Ndrive  ઇન્ટરનેટ વગર ચાલતું સરસ app છે.

૬. બધા વેબ બ્રાઉસર છોડી ફાયરફોક્સ  વાપરવાનું શરૂ કર્યું છે તેના પાછળ એક શુભ કાર્ય કરવાનો ઈરાદો છે.

Smartphone આવ્યા પછીનું જ્ઞાન ભાગ-8

Smartphone આવ્યા પછીનું જ્ઞાન ભાગ-૭

 • Go Launcher  થી ધરાઈ ને છેલ્લે વિદાય આપવામાં આવી.
 • Auto Memory Manager ના ઉપયોગ થી હાલ પૂરતો ફોન ઝડપી થયો છે
 • CyanogenMod  firmware પર થોડો હાથ સાફ કરવામાં આવશે.
 • Samsung Galaxy Note 2   કોઈ રીતે ખિસ્સામાં બેસે તેમ નથી.
 • Blackberry 10 ના અનુભવ કરવાના બાકી છે.
 • ફક્ત Curvy રમત ની મઝા લેવામાં આવી રહી છે બાકી માટે ટાઇમ જ ક્યાં છે યાર !! 🙂
Smartphone આવ્યા પછીનું જ્ઞાન ભાગ-૭