નવાજૂની-3

  • જોખમી ટોરેન્ટ ને  zbigz   ના ઉપયોગ કરી સાવધાની થી વાપરવાની શરૂઆત કરી છે.
  • દોડ કાર્તિક દોડ…” કહી કાર્તિક ભાઈ એ દોડવાનું શરુ કરી દીધુ પણ અહીં શિયાળામાં ઠંડી બહુ લાગે છે અને ઉનાળામાં ગરમી બહુ લાગે છે અને અહીં ત્રીજી કોઈ ઋતુ નથી..  કોણ જાણે દોડવા માટેની સવાર ક્યારે પડશે.
  • “સ્પેસીઅલ  ૨૬” ના બહુ વખાણ સાંભળ્યા છે તાત્કાલિક જોવામાં આવશે.
Advertisements
નવાજૂની-3

Password સાચવવા નાં દેશી-વિદેશી નુસ્ખા.

Hacking, Phising અને cyber theft  ના જમાનામાં password સાચવવો કઈ નાની સમસ્યા તો નથી જ. સામાન્ય ઈન્ટરનેટ-computer  વપરાશકર્તા ને  Email, online banking અને વિવિધ website subscription કે system માટે  સરેરાશ ડઝનેક password યાદ રાખવા રહ્યા અને ઉપરથી આ password દર બે-ત્રણ મહિને પાછા દવાની જેમ Expire પણ થતા રહે વળી ખોટો password  વધારે વાર નાખ્યો તોય ઉપાધિ.

તો લો આ ઉપાધિ ને સમાધિ આપવાની બે સરળ રીત.

1.દેશી પદ્ધતિ (ઘરગથ્થું Encryption ):

 

આપણો password  ને Computer  કે ડાયરી માં લખતી વેળા password ના  અક્ષર ના વચ્ચે એક કે વધારે વધારાના અક્ષર (latter) મુકી દેવા. હવે તમે કયો વધારાનો અક્ષર મૂક્યો છે તેજ યાદ રાખવા નો. આ કરવાથી આપણો password  થાય જશે encrypt , જો આ કોઈના હાથમાં આવી પણ જશે તો પણ તેનો ઉપયોગ નહિ કરી શકે અને આ password  ભૂલી પણ નહિ જવાય.

દા.ત.:

 

જો તમારો password  ” ast8761#”  હોય તો તેમાં વધારાના k અને m  ઉમેરો  હવે તમારો password  આ રીતે લખાશે  “askt876m1#” .

હવે જો કોઈ password વાંચી લેશે  તો પણ તેનો ઉપયોગ કરી શકશે નહિ.

 

નોંધ: આ એક full proof ઉપાય નથી છતાં બેઠો password લખવા કરતા આ પદ્ધતિ ઉપયોગ કરવો હિતાવહ છે.

 

૨. વિદેશી પદ્ધતિ ( password card) :

 

ફક્ત ત્રણ સરળ step માં…..  છાપો કાર્ડ, સાચવો કાર્ડ, ખોવાઈ જાય તો પાછા છાપો કાર્ડ.

 

www.passwordcard.org  ઉપર જાવ છાપો તમારો password કાર્ડ છાપો અને કરો તમારો મનપસંદ password પસંદ આ password card પરથી.

 

આપણે હવે ફક્ત આ કાર્ડ નંબર સાચવવા નો, અને જો કાર્ડ ખોવાઈ જાય તો card number નો ઉપયોગ કરી  ફરી પ્રિન્ટ કરી લેવાનો.

generatecard.do

વધુ માહિતી માટે મુલાકાત લો www.passwordcard.org  ની.

Password સાચવવા નાં દેશી-વિદેશી નુસ્ખા.