નવાજૂની-૧૬ ………….બાકી કઈ ખાસ નથી.

બહુ દિવસ પછી એક નાની પોસ્ટ લખવાની ફુરસદ મળી, સાચું કહું તો પોતાનો બ્લોગ વાંચવાની ફુરસદ મળી, એવું નથી કે બહુ વ્યસ્ત હતો, છતાંય  કૈક ધમાકેદાર લખવા ના ચક્કર મા લવંગિયોય ના લખી શક્યો.
બસ એજ નવાજૂની માં કાઈ ખાસ નથી….
બસ બે અઠવાડિયાં પહેલા લગ્ન ૧૦મી જયંતી ઉજવણી કરી બાકી કઈ ખાસ નથી.

થોડા દિવસો પહેલા ૫૦c તાપમાન માં Ice Sketing ની મઝા માણી બાકી કઈ ખાસ નથી.

ગયા અઠવાડિયે જાહેર વક્તૃત્વ સ્પર્ધા ના વિશ્વ વિજેતા એવા ધનંજય(Dananjy) ભાઈ ને મળવાનો/સેલ્ફી નો અવસર મળ્યો બાકી કઈ ખાસ નથી.
થોડા મહિનાથી ટોસ્ટમાસ્ટર ખાડામાં ગયું છે બાકી કઈ ખાસ નથી.

…………….બાકી આજે કઈ ખાસ લખવા જેવું નથી.

Advertisements
નવાજૂની-૧૬ ………….બાકી કઈ ખાસ નથી.

નવાજૂની-15-તો મિલતે હે ઈદ કે બાદ

 • રમદાન પૂર્ણ થયો, સાથે ઉપરનીચે થયેલ ઓફિસ/કામ-કાજ/બ્લોગ ને થાળે પડશે.
 • છ દિવસનું મીની વેકેશન ઉજવવાની પુર જોશ માં તય્યારી ચાલી રહી છે.
 • વેકેશન નો એહવાલ પાક્કો !

તો મિલતે હે ઈદ કે બાદ……………………………………………………………………………….

નવાજૂની-15-તો મિલતે હે ઈદ કે બાદ

નવાજૂની-૮: ધ ગુડ રોડ (સારો રસ્તો )

અપડેટ-૮: ધ ગુડ રોડ (સારો રસ્તો )

ગુજરાતી પ્રેમીઓ આનંદો “ધ ગુડ રોડ” ઓસ્કાર માં પોહચી ગઈ, કદાચ અંગ્રેજી નામના લીધે તો નહિ?

જે પણ હોય ગુજરાતી ફિલ્મનાં ૮૦ વર્ષનાં ઇતિહાસમાં સૌપ્રથમ વાર કોઈ ફિલ્મ ને ઓસ્કારમાં મોકલાઈ છે.

લાગે છે ગુજરાતી ફિલ્મો “ગુડ રોડ”  ઉપર છે,

આડવાત:

નીરવ ભાઈ “એક ધામેકેદાર રીવ્યુ તો બનતા હે”

નવાજૂની-૮: ધ ગુડ રોડ (સારો રસ્તો )

નવાજૂની-૭ વિરામ ને પૂર્ણવિરામ

 • સ્વદેશની સફર પૂરી કરી અને વિદેશ માં પાછા ઠરીઠામ થઇ ગયા.
 • વરસો બાદ દાહોદમાં વરસાદ નો સાદ માણવા મળ્યો.
 • એક અરસા પછી લીલોતરી જોઇને લાગ્યું કે અહીની લાઈફ તો બ્લેક એન્ડ વ્હાઈટ( સોરી ગ્રેસ્ટાઇલ) છે .
 • બે લગ્ન માં “બેન્ડ બાજા બારાતી” એમ બધીજ ભૂમિકા ભજવવા નો વારો આવ્યો.
 • ઈન્ટરનેટ ધાર્યા કરતા વધારે ધીમું રહ્યું.(30 દિવસમાં 1 જીબી પૂરું ના થયું ).
 • એર ઇન્ડિયા કેમ નુકસાન કરે છે તે હવે ખબર પડી. (જગ્યા હોવા છતાં ઓનલાઈન સાઈટ પર ફલાઈટ ફુલ હતું ).
 • લાગે છે કે એર ઇન્ડિયા “ગો ગ્રીન” માં માનતું થયું છે.(ટોઇલેટ માં છાપા પાથરેલા હતા).
 • જો કઈ દિલ થી પીધું હોય તો “ચા”અને “લીલા નારીયેલ નું પાણી”.
નવાજૂની-૭ વિરામ ને પૂર્ણવિરામ

Smartphone આવ્યા પછીનું જ્ઞાન ભાગ-8

 ૧. Evernote, Memo અને Skydrive  ના અખતરા  પછી Google Keep  નો વારો છે.

૨.Jelly Bean ૪.૨.૨ આવી ગયું છે વહેલી તકે મોબાઇલ પર ચડાવવામાં આવશે. (હવે કદાચ  પેલા cyanogenmod નો વારો આવશે. )

૩. મોબાઇલ માં ગુજરાતીમાં કઈ રીતે લખી શકાય તેવા app ની શોધ ચાલુ છે. ( બ્લોગ લખવા માટે )

૪. લો હવે મોડે મોડે ખબર પડી કે setting > Data  Usage માંથી બિન જરૂરી app નું મોબાઇલ ઇન્ટરનેટ કાપી શકાય છે. ( ભાઈ અમારા પાસે રેસીનીંગ વાળું કનેકશન છે. )

૫. Ndrive  ઇન્ટરનેટ વગર ચાલતું સરસ app છે.

૬. બધા વેબ બ્રાઉસર છોડી ફાયરફોક્સ  વાપરવાનું શરૂ કર્યું છે તેના પાછળ એક શુભ કાર્ય કરવાનો ઈરાદો છે.

Smartphone આવ્યા પછીનું જ્ઞાન ભાગ-8

નવાજૂની-3

 • જોખમી ટોરેન્ટ ને  zbigz   ના ઉપયોગ કરી સાવધાની થી વાપરવાની શરૂઆત કરી છે.
 • દોડ કાર્તિક દોડ…” કહી કાર્તિક ભાઈ એ દોડવાનું શરુ કરી દીધુ પણ અહીં શિયાળામાં ઠંડી બહુ લાગે છે અને ઉનાળામાં ગરમી બહુ લાગે છે અને અહીં ત્રીજી કોઈ ઋતુ નથી..  કોણ જાણે દોડવા માટેની સવાર ક્યારે પડશે.
 • “સ્પેસીઅલ  ૨૬” ના બહુ વખાણ સાંભળ્યા છે તાત્કાલિક જોવામાં આવશે.
નવાજૂની-3

નવાજૂની-૧

 • હમણાં થોડા દિવસ પહેલા અમારા રિશ્તેદાર અમારી  મુલાકાતે આવ્યા હતા, તેઓ એવો આગ્રહ રાખતા કે તેમણી દીકરી મને “Uncle” નહિ બલકે કાકા તરીકે સંબોધે. આમ કરવાનું કારણ પૂછ્યું તો કહ્યું કે Uncle  તો દૂર ના શિરસ્તેદાર માટે છે નજીકના માટે તો કાકા કે મામા થી જ ઓળખવું.  આજ જ છે ને ગુજરાતી ની મીઠાશ !
 • Via ફેસબુક-સત્યમ્નેવ જયેત  એક મસ્ત કડી: http://www.labnol.org/india/compare-medicine-prices/27587/   પરાણે થોપાતી મોંઘી દવાનો અકસીર ઇલાજ.
 • ઠંડી બરાબર જામી છે કોઈક વાર પારો ૦ સે.  જઈ આવે છે.
 • To-Do list રાખવાની શરૂઆત કરી છે. ત્રણ પોસ્ટ આ લિસ્ટ માં છે.
નવાજૂની-૧