નવાજૂની-૧૩

  • એક લાંબા સમય પછી ધાર્મિક સફર કરવામાં આવી . સાથે ૧૨ કલાક બસની મુસાફરી નો આનંદ નફામાં.
  • હાલ  માતા-પિતા આવેલ હોવાથી સમયપત્રક થોડું આડું અવળું થયેલ છે.
  • ગયા શુકવારે ટોસ્ટમાસ્ટર Annual Division contest માં Sargent  At  Arm ની ફરજ બજાવવાની બહુ મઝા આવી.
  • આવતા વર્ષે સ્પર્ધા માં ભાગ લેવામાં આવશે (આશા અમર છે).
  • સુરજ દાદા જોરમાં ચમકી રહ્યા છે.
  • Windows 8 ઉપર થોડા મહિનાથી હાથસાફ કરવામાં આવી રહ્યો છે. ( બીજા માટે).
Advertisements
નવાજૂની-૧૩

ટોસ્ટમાસ્ટર-૧

ટોસ્ટમાસ્ટર શું છે.

જયારે પ્રથમ વાર આ વિષે સાંભળ્યું ત્યારે મનમાં થયું કે આ કોઈ રસોઈ કળા વિષે હશે. ટોસ્ટમાસ્ટર એ વકૃત્વ અને લીડરશીપ કળા કેળવવા માટેનું સહિયારું વાતાવરણ પૂરી પડતી એક બિન વ્યવ્સિક શૈક્ષણિક સંસ્થા છે.

ટોસ્ટમાસ્ટર ક્લબ વ્યક્તિગત વિકાસ માટેનું સહિયારું વાતાવરણ મળી રહે એ ધ્યાન માં લઇ બનાવેલા “Manual of Instructions” ઉપર કાર્ય કરતી  સંસ્થા છે.

દુનિયાભર માં અંદાજીત ૧૪૦૦૦ જેટલી ક્લબ કાર્યરત છે, ભારત માં આવી ૩૪૭ કલબ છે અને તેમની ૩ કલબ આખા ગુજરાત માં છે .

સ્થાપી કોણે અને કેમ ?

શ્રી રાલ્ફ સ્મેડલીએ અનુભવ્યું કે દરેક વ્યક્તિ ને જાહેરમાં કે શ્રોતાઓ સામે બોલવામાં બહુ તકલીફ કે ડર અનુભવે છે. ખાસ કરીને અમેરિકામાં શુભ પ્રસંગ ઉપર જેવાકે વિવાહમાં વર-વધુ વિષે બે શબ્દો બોલવાનો રીવાજ છે દા.ત. પેલા ઈંગ્લીસ વિન્ગ્લીશ મુવી ના છેલ્લા પ્રસંગ શ્રીદેવી બોલે છે તે. શ્રી રાલ્ફ સ્મેડલી ભાઈએ આ સમસ્યાના ઉપાય રૂપે એ YMCA Clubના ભોયરામાં એક ક્લબ શરૂ કરી. પાછળથી તેનું નામ આપ્યું ટોસ્ટમાસ્ટર ઈન્ટરનેસનલ..

કોણ જોડાઈ  શકે છે ?

કોઈ પણ .. ટોસ્ટમાસ્ટસ ક્લબ માં જોડાવવા માટે કોઈ પણ ઉમર કે વય મર્યાદા કે શૈક્ષણિક લાયકાતની જરૂર નથી. અબાલ વૃદ્ધ કોઈ પણ જોડાઈ સકે છે.

હા, જો ક્લબ કોઈ નો કોઈ ખાસ Company ,ભાષા કે community માટે ની જ હોય તો તમે તેવી ક્લબના સભ્ય બની સકતા નથી.

                                                                                                                                                         ક્રમશ:

ટોસ્ટમાસ્ટર-૧