નવાજૂની-૧૨ એન્ટી-વિરામ

થોડા લાંબા વિરામ પછી “નવાજૂની” થઇ. થોડું કામ, થોડી આળસ બીજું શું.

તો આ લો નાનકડી નવાજૂની

 

 •  માઈક્રોસોફ્ટ  હવે છેક લગભગ ૨૦ વર્ષે DOS 1.1 અને Word 1.1 ના સોર્સ કોડ જાહેર કાર્ય છે.. કદાચ બીજા ૨૦-૨૫ વર્ષે XP ના પણ જાહેર કરે.
 • બહુ બધી પોસ્ટ લખવાની છે સમય પણ છે વિષય પણ છે બસ પેલી procrastination વિષે થોડું વંચાય એટલે પત્યું
 •  હમણાં થોડા દિવસો પહેલા કુવૈત નો આઝાદી દિવસ ગયો તેની ઉજવણી ના ૨-૪ ફોટા અહીં મુક્યા છે.

 

IMG_20140302_193200 IMG_20140302_193317 IMG_20140302_193304 IMG_20140302_192359 IMG_20140302_192216 IMG_20140302_192032 im-3 im-2

 

Continue reading “નવાજૂની-૧૨ એન્ટી-વિરામ”

Advertisements
નવાજૂની-૧૨ એન્ટી-વિરામ

નવાજૂની-૧૦ દેશી-વિદેશી

આજે એક ગણતરી કરવાનો વિચાર આવ્યો કે હમણાં સુધી કેટલા દેશો ના દેશીઓ સાથે મુલાકાત થઇ ગઈ છે.

હમણાં સુધી યાદ છે તે પ્રમાણે આકડો સાડત્રીસ + ભારત આમ સરવાળે આકડો આડત્રીસ સુધી પહોચી ગયો છે અને વધતો રહશે.

અમેરિકા થાઈલેન્ડ
અફઘાનિસ્તાન દક્ષિણ આફ્રીકા
ઇટલી નાઈજીરિયા
ઇન્ડોનેશિયા નેપાળ
ઇરાક પાકિસ્તાન
ઈંગ્લેન્ડ ફિલીપીન્સ
ઈજીપ્ત ફ્રાન્સ
ઈરાન બંગ્લાદેસ
ઓમાન મલેશિયા
કુવૈત મોરક્કો
કેનેડા યુએઈ
કોરિયા રશિયા
ચીન લેબનોન
જર્માની શ્રીલંકા
જાપાન સાઉદી અરેબિયા
જોર્ડન સિરિયા
તુનીસિયા સુદાન
તુર્કી સોમાલિયા
હંગેરી ભારત

આડવાત: બધાજ દેશી અને વિદેશી ને બે આંખ બે કાન હતા, દરેક ને ભૂખ લગતી અને પાણીની તરસ લગતી હતી.

નવાજૂની-૧૦ દેશી-વિદેશી

નવાજૂની-૬

1.મારા સિવાય બધા વેકેશન ગાળવા સ્વદેશ ગયા છે અને મને આ પરદેશ માં છોડી ગયા.

2.ગયા અઠવાડિયા સુધી સમય નહતો અને હવે સમય જતો નથી.

3.બે ત્રણ પોસ્ટ પેન્ડીંગ પડી છે આ અઠવાડિયાં માં એકાદ પૂરી કરવી પડશે.

4.મોબાઈલ સાથે અડપલા આજ કાલ બંધ છે.

5.કઈક નવું ઉકાળ્યું છે જો પાર પડશે તો વિગતવાર પોસ્ટ કરીશ.

૬.દોડવા જવાનું  ૩૦ માં દિવસેથી  બાળમરણ થયું છે

નવાજૂની-૬

ગુનો કુવૈત માં અને દંડ ભારતીય રૂપિયામાં

જો તમે કુવૈત માં કોઈ ગુનો કરતા પકડાય જાવ તો તમેને કુવૈત ના કાયદા પ્રમાણે ભારતીય રૂપિયા માં દંડ ચૂકવવો  પડી શકે છે.

Kuwait Law

 

આડઅસર:   ભારતીય  રૂપિયો  ( Gulf  Rupee ) સન ૧૯૬૦ સુધી કુવૈત નું સત્તાવાર ચલન હતું.

ગુનો કુવૈત માં અને દંડ ભારતીય રૂપિયામાં

નવાજૂની-3

 • જોખમી ટોરેન્ટ ને  zbigz   ના ઉપયોગ કરી સાવધાની થી વાપરવાની શરૂઆત કરી છે.
 • દોડ કાર્તિક દોડ…” કહી કાર્તિક ભાઈ એ દોડવાનું શરુ કરી દીધુ પણ અહીં શિયાળામાં ઠંડી બહુ લાગે છે અને ઉનાળામાં ગરમી બહુ લાગે છે અને અહીં ત્રીજી કોઈ ઋતુ નથી..  કોણ જાણે દોડવા માટેની સવાર ક્યારે પડશે.
 • “સ્પેસીઅલ  ૨૬” ના બહુ વખાણ સાંભળ્યા છે તાત્કાલિક જોવામાં આવશે.
નવાજૂની-3

નવાજુની-૨

 • પહેલી વાર ઇ-પુસ્તક ખરીદી કરવામાં ( ઓનલાઈન) આવી છે, હમણાં સુધી મફત માં મળેલા  પુસ્તકો જ વાંચવામાં આવ્યા હતા.
 • એમાઝોન.કોમ નું એન્ડ્રોઇડ માટેનું એપ સરસ છે. છેલ્લે વાંચેલું પાનું યાદ રાખે છે.
 • મુલાકાત:  નવા  બનેલા  ગ્રાન્ડ એવન્યુ મોલ ની એક મુલાકાત લીધી હતી. આમ જોઈએ તો એવન્યુ મોલ  છેક ૨૦૦૮ માં બન્યો હતો પરંતુ તેના ફેસ-૨ નું (ગ્રાન્ડ એવન્યુ ) હમણાં થોડા દિવસો પહેલા ઉદ્ઘાટન થયું હતું. ગ્રાન્ડ એવન્યુનું આર્કિટેક્ચર  યુરોપ ના બઝાર ના થીમ પર બનાવવામાં આવેલ છે. મોલ માં ફરતા આપણે એમ જ લાગે  કે આપણે યુરોપ ના કોઈ રસ્તા પર વિન્ડો શોપ્પીંગ કરતા હોઇએ કેમ કે અહીં પણ આપણા ખિસ્સાને   વિન્ડો શોપ્પીંગ જ પોસાય.GA-1  GA-3GA-4GA-2
નવાજુની-૨

નવાજૂની-૧

 • હમણાં થોડા દિવસ પહેલા અમારા રિશ્તેદાર અમારી  મુલાકાતે આવ્યા હતા, તેઓ એવો આગ્રહ રાખતા કે તેમણી દીકરી મને “Uncle” નહિ બલકે કાકા તરીકે સંબોધે. આમ કરવાનું કારણ પૂછ્યું તો કહ્યું કે Uncle  તો દૂર ના શિરસ્તેદાર માટે છે નજીકના માટે તો કાકા કે મામા થી જ ઓળખવું.  આજ જ છે ને ગુજરાતી ની મીઠાશ !
 • Via ફેસબુક-સત્યમ્નેવ જયેત  એક મસ્ત કડી: http://www.labnol.org/india/compare-medicine-prices/27587/   પરાણે થોપાતી મોંઘી દવાનો અકસીર ઇલાજ.
 • ઠંડી બરાબર જામી છે કોઈક વાર પારો ૦ સે.  જઈ આવે છે.
 • To-Do list રાખવાની શરૂઆત કરી છે. ત્રણ પોસ્ટ આ લિસ્ટ માં છે.
નવાજૂની-૧