Happy Independence Day

Wish you happy birthday to My Nation My India.

Happy independence day to all.

Advertisements
Happy Independence Day

રેલવે ત્યારે અને અત્યારે (૧૯૧૪-૨૦૧૪): ગાંધીજી ની નજરે

આ ફકરો આપના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી ની આત્મકથા “સત્યના પ્રયોગો અથવા આત્મકથા” માથી લીધેલ છે આમાં મારે બીજું કઈ લખવાની જરૂરત જણાતી નથી.

ત્રીજા વર્ગના ડબ્બામાં ગંદકી અને પાયખાનાની બૂરી હાલત તો જેવાં આજે છે તેવાં તે વખતે હતાં. આજે કદાચ સહેજ સુધારો થયો હોય તો ભલે. પણ પહેલા અને ત્રીજા વર્ગ વચ્ચે સગવડોનું અંતર ભાડાના અંતર કરતાં ઘણું વધારે જણાયું. ત્રીજા વર્ગના ઉતારુ એટલે ઘેટાં, ને તેમની સગવડ એટલે ઘેટાંના ડબ્બા. યુરોપમાં તો મેં ત્રીજા જ વર્ગમાં મુસાફરી કરેલી. અનુભવને ખાતર પહેલા વર્ગની મુસાફરી એકવાર કરેલી. ત્યાં મેં પહેલા અને ત્રીજા વર્ગ વચ્ચે અહીંના જેવું અંતર ન ભાળ્યું. દક્ષિણ આફ્રિકામાં ત્રીજા વર્ગના ઉતારુઓ મોટે ભાગે હબસીઓ જ હોય છે. છતાં, ત્યાંના ત્રીજા વર્ગમાં પણ વધારે સગવડ છે. કેટલાક ભાગમાં તો ત્યાં ત્રીજા વર્ગના ડબ્બામાં સૂવાને સગવડ પણ હોય છે. અને બેઠકો ગાદીથી મઢેલી હોય છે. દરેક ખાનામાં બેસનાર ઉતારુઓની સંખ્યાની હદ જાળવવામાં આવે છે. અહીં તો ત્રીજા વર્ગમાં સંખ્યાની હદ જળવાયાનો મને અનુભવ જ નથી.

રેલખાતા તરફની આ અગવડો ઉપરાંત, મુસાફરોની કુટેવો સુઘડ મુસાફરને સારુ ત્રીજા વર્ગની મુસાફરી સજારૂપ કરી નાખે છે. ગમે ત્યાં થૂંકવુ, ગમે ત્યાં કચરો નાખવો, ગમે તેમ ને ગમે તે વખતે બીડી ફૂંકવી, પાનજરદો ચાવવાં ને તેની પિચકારીઓ બેઠા હોય ત્યાં જ મારવી, એઠવાડ ભોંય ઉપર નાંખવો, બરાડા પાડીને વાતો કરવી, જોડે બેઠેલાની દરકાર ન કરવી, ને ભાષાની ગંદકી-આ તો સાર્વત્રિક અનુભવ છે.

ત્રીજા વર્ગની મુસાફરીના મારા ૧૯૦૨ના અનુભવમાં ને ૧૯૧૫થી ૧૯૧૯ સુધીના મારા બીજી વારના એ જ અખંડ અનુભવમાં મેં બહુ તફાવત નથી અનુભવ્યો. આ મહા વ્યાધિનો ઉપાય મેં એક જ જાણ્યો છે. તે એ કે, શિક્ષિત વર્ગે ત્રીજા વર્ગમાં જ મુસાફરી કરવી ને લોકોની ટેવો સુધારવા પ્રયત્ન કરવો. સિવાય, રેલખાતાના અમલદારોને ફરિયાદોથી પજવી મેલવા, પોતાની સગવડ મેળવવા કે જાળવવા લાંચરુશવત ન આપવાં, ને એક પણ ગેરકાયદે વર્તણૂક જતી કરવી.”

 

રેલવે ત્યારે અને અત્યારે (૧૯૧૪-૨૦૧૪): ગાંધીજી ની નજરે

નવાજૂની-15-તો મિલતે હે ઈદ કે બાદ

 • રમદાન પૂર્ણ થયો, સાથે ઉપરનીચે થયેલ ઓફિસ/કામ-કાજ/બ્લોગ ને થાળે પડશે.
 • છ દિવસનું મીની વેકેશન ઉજવવાની પુર જોશ માં તય્યારી ચાલી રહી છે.
 • વેકેશન નો એહવાલ પાક્કો !

તો મિલતે હે ઈદ કે બાદ……………………………………………………………………………….

નવાજૂની-15-તો મિલતે હે ઈદ કે બાદ

દુઆ

આપના મૃગેશભાઈની તબિયત બહુ નાજુક છે ઉપરવાળાથી બસ એજ દુઆ કે તેઓ જલ્દી સજા થાય અને ગુજરાતી સાહિત્ય ને તેમની સેવા આપતા રહે,

મારા જેવા ની બ્લોગ જગત માં entry જ રીડગુજરાતી થકી થઇ છે.

દુઆ

નવાજૂની-૧૪-ચૂંટણી

 • “નમો” સામે બધા “મોન”.
 • શુક્રવારે આપને પણ બિન-હરીફ ચૂંટાઈ આવ્યા (અરે ભાઈ ટોસ્ટમાસ્તર ક્લબ ની ચૂંટણી હતી)
 • “પપ્પા તમારા પપ્પા મને પજવે છે“  આજકાલ ઘરમાં આવા સંવાદ રોજ સંભળાય છે. (બસ હવે થોડા જ દિવસો માટે)
 • મેંગો ની મઝા માનવા માં તડબૂચને તરછોડયું  છે,
 • Y2K કે ગયું અને આ નવું Y2038 આવી રહ્યું છે.
 • ટોસ્ટમાસ્તર ઉપર બીજી એક પોસ્ટ લખવા માટે કોશિશ ચાલી રહી છે.

                                                                                                                            ……. વધુ આવતા અંકે

નવાજૂની-૧૪-ચૂંટણી

નવાજૂની-૧૩

 • એક લાંબા સમય પછી ધાર્મિક સફર કરવામાં આવી . સાથે ૧૨ કલાક બસની મુસાફરી નો આનંદ નફામાં.
 • હાલ  માતા-પિતા આવેલ હોવાથી સમયપત્રક થોડું આડું અવળું થયેલ છે.
 • ગયા શુકવારે ટોસ્ટમાસ્ટર Annual Division contest માં Sargent  At  Arm ની ફરજ બજાવવાની બહુ મઝા આવી.
 • આવતા વર્ષે સ્પર્ધા માં ભાગ લેવામાં આવશે (આશા અમર છે).
 • સુરજ દાદા જોરમાં ચમકી રહ્યા છે.
 • Windows 8 ઉપર થોડા મહિનાથી હાથસાફ કરવામાં આવી રહ્યો છે. ( બીજા માટે).
નવાજૂની-૧૩

નવાજૂની-૧૨ એન્ટી-વિરામ

થોડા લાંબા વિરામ પછી “નવાજૂની” થઇ. થોડું કામ, થોડી આળસ બીજું શું.

તો આ લો નાનકડી નવાજૂની

 

 •  માઈક્રોસોફ્ટ  હવે છેક લગભગ ૨૦ વર્ષે DOS 1.1 અને Word 1.1 ના સોર્સ કોડ જાહેર કાર્ય છે.. કદાચ બીજા ૨૦-૨૫ વર્ષે XP ના પણ જાહેર કરે.
 • બહુ બધી પોસ્ટ લખવાની છે સમય પણ છે વિષય પણ છે બસ પેલી procrastination વિષે થોડું વંચાય એટલે પત્યું
 •  હમણાં થોડા દિવસો પહેલા કુવૈત નો આઝાદી દિવસ ગયો તેની ઉજવણી ના ૨-૪ ફોટા અહીં મુક્યા છે.

 

IMG_20140302_193200 IMG_20140302_193317 IMG_20140302_193304 IMG_20140302_192359 IMG_20140302_192216 IMG_20140302_192032 im-3 im-2

 

Continue reading “નવાજૂની-૧૨ એન્ટી-વિરામ”

નવાજૂની-૧૨ એન્ટી-વિરામ