રેલવે ત્યારે અને અત્યારે (૧૯૧૪-૨૦૧૪): ગાંધીજી ની નજરે


આ ફકરો આપના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી ની આત્મકથા “સત્યના પ્રયોગો અથવા આત્મકથા” માથી લીધેલ છે આમાં મારે બીજું કઈ લખવાની જરૂરત જણાતી નથી.

ત્રીજા વર્ગના ડબ્બામાં ગંદકી અને પાયખાનાની બૂરી હાલત તો જેવાં આજે છે તેવાં તે વખતે હતાં. આજે કદાચ સહેજ સુધારો થયો હોય તો ભલે. પણ પહેલા અને ત્રીજા વર્ગ વચ્ચે સગવડોનું અંતર ભાડાના અંતર કરતાં ઘણું વધારે જણાયું. ત્રીજા વર્ગના ઉતારુ એટલે ઘેટાં, ને તેમની સગવડ એટલે ઘેટાંના ડબ્બા. યુરોપમાં તો મેં ત્રીજા જ વર્ગમાં મુસાફરી કરેલી. અનુભવને ખાતર પહેલા વર્ગની મુસાફરી એકવાર કરેલી. ત્યાં મેં પહેલા અને ત્રીજા વર્ગ વચ્ચે અહીંના જેવું અંતર ન ભાળ્યું. દક્ષિણ આફ્રિકામાં ત્રીજા વર્ગના ઉતારુઓ મોટે ભાગે હબસીઓ જ હોય છે. છતાં, ત્યાંના ત્રીજા વર્ગમાં પણ વધારે સગવડ છે. કેટલાક ભાગમાં તો ત્યાં ત્રીજા વર્ગના ડબ્બામાં સૂવાને સગવડ પણ હોય છે. અને બેઠકો ગાદીથી મઢેલી હોય છે. દરેક ખાનામાં બેસનાર ઉતારુઓની સંખ્યાની હદ જાળવવામાં આવે છે. અહીં તો ત્રીજા વર્ગમાં સંખ્યાની હદ જળવાયાનો મને અનુભવ જ નથી.

રેલખાતા તરફની આ અગવડો ઉપરાંત, મુસાફરોની કુટેવો સુઘડ મુસાફરને સારુ ત્રીજા વર્ગની મુસાફરી સજારૂપ કરી નાખે છે. ગમે ત્યાં થૂંકવુ, ગમે ત્યાં કચરો નાખવો, ગમે તેમ ને ગમે તે વખતે બીડી ફૂંકવી, પાનજરદો ચાવવાં ને તેની પિચકારીઓ બેઠા હોય ત્યાં જ મારવી, એઠવાડ ભોંય ઉપર નાંખવો, બરાડા પાડીને વાતો કરવી, જોડે બેઠેલાની દરકાર ન કરવી, ને ભાષાની ગંદકી-આ તો સાર્વત્રિક અનુભવ છે.

ત્રીજા વર્ગની મુસાફરીના મારા ૧૯૦૨ના અનુભવમાં ને ૧૯૧૫થી ૧૯૧૯ સુધીના મારા બીજી વારના એ જ અખંડ અનુભવમાં મેં બહુ તફાવત નથી અનુભવ્યો. આ મહા વ્યાધિનો ઉપાય મેં એક જ જાણ્યો છે. તે એ કે, શિક્ષિત વર્ગે ત્રીજા વર્ગમાં જ મુસાફરી કરવી ને લોકોની ટેવો સુધારવા પ્રયત્ન કરવો. સિવાય, રેલખાતાના અમલદારોને ફરિયાદોથી પજવી મેલવા, પોતાની સગવડ મેળવવા કે જાળવવા લાંચરુશવત ન આપવાં, ને એક પણ ગેરકાયદે વર્તણૂક જતી કરવી.”

 

Advertisements
રેલવે ત્યારે અને અત્યારે (૧૯૧૪-૨૦૧૪): ગાંધીજી ની નજરે

2 thoughts on “રેલવે ત્યારે અને અત્યારે (૧૯૧૪-૨૦૧૪): ગાંધીજી ની નજરે

  1. રેલ્વે વીશે નીબંધ કે મહાનીબંધ લખવો હોય એણે મુંબઈની લોકલ ટ્રેનમાં સવારના વીરાર થી ચર્ચગેટ કે કલ્યાણથી મુંબઈની મુસાફરી કરવી જોઈએ. હવે પનવેલ અને મુંબઈની લોકલ ટ્રેનમાં ગીરદી વધતી જાય છે…

  2. રેલ્વેમાં અને દેશમાં બધે ગંદકી દૂર કરવાની બહુ જ જરૂર છે. અમેરીકા અને બીજા ઘણા દેશોમાં લોકો ગંદકી કરતા નથી. પ્રજાએ જ ગંદકી ન કરવાનું શીખવું પડશે.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s