નવાજૂની-૪ Live CD


બે રજા ના દિવસો માં Live CD અને USB માં થોડો હાથ અજમાવ્યો Live CD જે કૉમ્પ્યુટર ની હાર્ડડીસ્ક માં ઇન્સટોલ  કર્યા વગર પણ વપરાય.

 

Live CD./DVD કે USB  થી કૉમ્પ્યુટરને boot કરવાનું અને સંપૂર્ણ OS નો આનંદ માણવાનો સાથે  મોટા ભાગ ની Live CD માં Open Office , Device Driver , web browser  બધુ જ પ્રીઇન્સ્ટોલ  મળે એ નફામાં. આટલા બધા ફાયદા માં એક મોટું નુકસાન એ છે કે બધી  Live CD/USB  આપના ગજની જેવી, Sort term memory loss   કૉમ્પ્યુટર restart કર્યું કે બધા settings  નવેસરથી કરવાના. આ બધી live CD  કૉમ્પ્યુટર ની memory માંથી જ read only mod મા ચાલે છે જે થી આપને કરેલ કોઈ settings કે બનાવેલી ફાઈલ કોઈ પણ બાજુ save થતી નથી.

Live USB  બનવા માટે Linux Live USB નો ઉપયોગ કરી બનાવી શકાય.

નવા:

૧. TAILS  એ TOR  અને ડેબિયન લીનક્સ  ના સંયોગ થી  વિકસાવેલ  લીનેક્સ છે. આ વાપરનાર ની ઇન્ટરનેટ પર ઓળખ અજ્ઞાત રહે છે ખાસ કરી ને IP address  TAILS ને CD ને USB બંને થી વાપરી શકાય છે.

૨. Slitaz   ફક્ત ૧૦૦ MB માં કાર્ય કરતુ હલકું ફૂલકું લીનક્સ છે. જુના કમ્પ્યુટર કે લેપટોપ પર ઈન્ટરનેટ સર્ફ કરવા માટે કે વિડીઓ જોવા માટે આદર્શ વિકલ્પ છે.

જૂની:

૧. ભૂતકાળમાં  ERD Commander નામની  Live CD નો ઉપયોગ ભૂલી ગયેલા પાસવર્ડ Reset કરવા માટે કર્યો હતો

૨. લીનેક્સ ના Ubantu ફ્લેવર ની  Live CD  માં તાકઝાક કરી હતી.

૩. ESET AntiVirus  ની Live CD વાપરી ને ૨-૪ હઠીલા  વાઈરસ નો સફાયો કર્યો હતો.

Advertisements
નવાજૂની-૪ Live CD

4 thoughts on “નવાજૂની-૪ Live CD

  1. Mayur કહે છે:

    હવે ક્યારેક પાસવર્ડ ભુલાય જાય અને રિકવર કરવો હોય તો ગુગલમાં સર્ચ કરજો “Hiren’s Boot CD”.
    તે સી.ડી તમને સરસ સોલ્યુશન આપશે અને રહી વાત લિનક્સને સાઈવ સી.ડીમાં રન કરવાની તો બેટર છે કે તમે લાઈવ સી.ડી કરતા આખી લિનક્સ સિસ્ટમ ઇન્સ્ટોલ કરો ખુબ જ નવું જાણવા મળશે. મેં પણ ભુતકાળમાં ઉબન્ટુ લિન્ક્સ ઇનસ્ટોલ કરેલું અને મને લિનક્સ વિશે ઘણું ખરૂ જાણવા મળેલું..

  2. મયુર ભાઈ “Hiren’s Boot CD” નો ઉપયોગ ભૂતકાળ માં કર્યો હતો અહીં ઉલ્લેખ કરવાનું રહી ગયું, લિન્ક્સ સાથે બહુ જુનો નાતો છે Redhat 9, Fedora, Suse ( novell) અને Ubantu વાપર્યા હતા હમણાં પણ લિન્ક્સ પર ચાલતી ફાયરવોલ ઉપયોગ મા છે જ. એ વાત અલગ છે કે આપની આમાં “માસ્ટરી” નથી.

  3. ડેબિયનનો પણ Live CD નો પ્રોજેક્ટ છે, પણ એટલો ફેન્સી નથી (એનો હેતુ કસ્ટમ લાઇવ સીડી બનાવવાનો છે). ૨૦૦૪માં અમે પ્રથમ સંપૂર્ણ ગુજરાતી લાઇવ સીડી ‘ઉત્કર્ષ’ બનાવેલી ત્યારે લાઇવ સીડી પાછળ બહુ અખતરા કરેલા 🙂 (http://utkarsh.org/ પરનો વિડિઓ જોવા જેવો ;))

    1. ઉત્કર્ષ વિષે તમારા બ્લોગ પર જ વાંચ્યું હતું પરંતુ તેના ઉપર કોઈ અખતરો નહોતા કર્યો, ઉત્કર્ષ OS કે Live CD ડાઉનલોડ કરવા માટે ની લીંક આપશો http://utkarsh.org/ પર ની ડાઉનલોડ લીંક http://www.gujaratilexicon.com/ ઉપર લઇ ગઈ પરંતુ ત્યાં પણ ઉત્કર્ષ OS ડાઉનલોડ કરવા માટેની લીંક મળી નહિ.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s