SMARTPHONE આવ્યા પછીનું જ્ઞાન ભાગ-14

આજકાલ  એપમાં  બહુ રસ રહ્યો નથી પરંતુ છેલ્લા થોડા સમયમાં એક game અને બે ફોટો એપ જરા હટકે લાગી છે. બહુ સમય થી મારો વાડો પોસ્ટ પોસ્ટ વિના વિરાન હતો થયું  કે આ વાત પર એકાદ પોસ્ટ લખીજ નાખીએ,

 1. Prisma: એક સરસ ફોટો ફિલ્ટર એપ છે. તમારા ફોટાને  અવનવા  રૂપ માં બદલી શકાય છે.  તમારા કે કોઈ કુદરતી દ્રશ્ય ને તમે હેન્ડ-પેઇન્ટેડ  લૂક આપી શકો છો. આ એપ ની ખાસિયત તેની ઇન્ટેલિજન્સ છે જે તમારા ફોટા ને બખૂબી નવું રૂપ આપે છે. હાલમાં કાયદેસર રીતે ફકત iOS માં જ ઉપલબ્ધ છે.PrismaCollage
 2. Pokomon Go. મોટા ભાગ ના વાચકો આ વાંચતા પહેલા તેના વિષે જાણી ચુક્યા હશે. Pokemon એક GPS અને Argument reality ના સમનવય થી ચાલતી એક ગેઇમ છે. કુવૈત ( Apple store) માં હાલમાં ઉપલબ્ધ નથી. પરંતુ એન્ડ્રોઇડ અને iOS બંને માં પાછલા દરવાજે ઇન્સ્ટોલ કરી મઝા મણિ રહ્યાં છે.
 3. 3.Quik. સરસ મઝાના વિડિઓ બનાવ માટે ની GOPRO દ્વારા બનાનવવા માં આવેલી બહુ પ્રોફેશનલ એપ છે. બહુ બધા વિડિયો અને ફોટાને જોડી એક સરસ નવો વિડિઓ બહુ સરળતાથી બનાવી શકાય છે.  કોઈ ની વર્ષગાઠ ઉપર તેની જૂની ખાસ પળો ના ફોટોસ જોડી યાદગાર બનાવી શકાય છે.

 

Advertisements
SMARTPHONE આવ્યા પછીનું જ્ઞાન ભાગ-14

વિચારોનો અચાર-૫

જ્યાર સુધી ઇતિહાસકારો સિંહ ના હશે ત્યાર સુધી શિકારમાં યશ ગાથા શિકારી ની જ થશે.

…………………………………………………………………………………………………..આફ્રિકન કેહવત

ક્વોટ

નવાજૂની-૧૯ મુસાફિર

છેલ્લા બે મહિના ની મુસાફરી

વિમાન યાત્રા :    ૫૪૦૦ કિમી

ટ્રેન યાત્રા     :  ૧૮૦૦ કિમી

બસ યાત્રા    :   ૩૩૫૦ કિમી

દેશ:          ૩

રાજ્ય(in):  3

ખરેખર થકાવનારી ……………………

નવાજૂની-૧૯ મુસાફિર

નવાજૂની-૧૮ હેપ્પી ન્યુ ઈયર

 • આવનારું નવું વર્ષ આપની સુખ સમૃદ્ધિ માં વધારો કરે અને આપની બધી મનોકામના પૂરી થાય એજ શુભકામના.
 • વોટ્સઅપ અને ફેસબુક ઉપર New Year ની શુભકામના ના ધોધ વહી રહ્યા છે. તો થયું કે ૨૦૧૪ ની છેલ્લી પોસ્ટ લખી જ નાખીએ.
 • ગઈ કાલે Aquarium ની મુલાકાત  લીધી, સરસ સજાવટ, આધુનિક ઉપકરણ છતાં કઈક ખૂટતું હતું. ( કદાચ ROI )

 

ફિર મિલતે હે અગલે સાલ …. Happy New Year

 

નવાજૂની-૧૮ હેપ્પી ન્યુ ઈયર

નવાજૂની-૧૭- નાતાલ

 • બધા મિત્રો ને નાતાલ (Christmas) ની શુભકામના.
 • ઠંડી લાગે છે પાછલા બધા રેકોર્ડ તોડશે.
 • ટોસ્ટમાસ્તર CC# ૬ ની તૈયારી પુર જોશ માં ચાલી રહી છે.
 • સ્કુલ માં હમણાં મીની વેકેશન એટલે આપણો ઓવર ટાઈમ.
 • Origami અને collage ના અખતરા ચાલે છે.
 • વર્ડપ્રેસે પાછો નવો અખતરો કર્યો આ ભાઈ પણ જરા જપતા નથી.
નવાજૂની-૧૭- નાતાલ

SMARTPHONE આવ્યા પછીનું જ્ઞાન ભાગ-૧૩

એનડ્રોઈડ નો બે વરસ નો સાથ છોડી હવે iOS (iPhone 5C) નો હાથ પકડ્યો છે.. ૨-૪ પોસ્ટ તો બનતી હે.

 • બંને OS મૂળભૂત રીતે બહુજ જુદી છે. સામાન્ય વપરાશ માં ખાસ ફરક નથી છતાં Advance user માટે બહુ અલગ છે.
 • એનડ્રોઈડ કરતા configuration ના બહુ ઓછા વિકલ્પ.
 • એનડ્રોઈડ નો Back બટનની કમી બહુ મહેસૂસ થાય છે.
 • ગુજરાતી મસ્ત વંચાય છે, પણ કીબોર્ડ નથી.
 • ફોન માં સીધેસીધું કાંઈજ copy કરી શકાતું નથી. Pic, music, & video માય બહુ બખાં છે.
 • ટચ અને retina display લાજવાબ છે.
 • વરસાદ(ફોન) ની જેમ iવાદળ પણ અટપટું છે.
 • હાલ પુરતી જેલ તોડવા ની જરૂરત જણાતી નથી.
SMARTPHONE આવ્યા પછીનું જ્ઞાન ભાગ-૧૩

નવાજૂની-૧૬ ………….બાકી કઈ ખાસ નથી.

બહુ દિવસ પછી એક નાની પોસ્ટ લખવાની ફુરસદ મળી, સાચું કહું તો પોતાનો બ્લોગ વાંચવાની ફુરસદ મળી, એવું નથી કે બહુ વ્યસ્ત હતો, છતાંય  કૈક ધમાકેદાર લખવા ના ચક્કર મા લવંગિયોય ના લખી શક્યો.
બસ એજ નવાજૂની માં કાઈ ખાસ નથી….
બસ બે અઠવાડિયાં પહેલા લગ્ન ૧૦મી જયંતી ઉજવણી કરી બાકી કઈ ખાસ નથી.

થોડા દિવસો પહેલા ૫૦c તાપમાન માં Ice Sketing ની મઝા માણી બાકી કઈ ખાસ નથી.

ગયા અઠવાડિયે જાહેર વક્તૃત્વ સ્પર્ધા ના વિશ્વ વિજેતા એવા ધનંજય(Dananjy) ભાઈ ને મળવાનો/સેલ્ફી નો અવસર મળ્યો બાકી કઈ ખાસ નથી.
થોડા મહિનાથી ટોસ્ટમાસ્ટર ખાડામાં ગયું છે બાકી કઈ ખાસ નથી.

…………….બાકી આજે કઈ ખાસ લખવા જેવું નથી.

નવાજૂની-૧૬ ………….બાકી કઈ ખાસ નથી.